જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં સવારે 11 સુધી 14.14% મતદાન નોંધાયું.
જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર સાતના સદસ્ય નામદેવ મહિપતરાવ શેરેનું નિધન થતા જે બેઠક માટેની પેટા ચૂંટણી આજરોજ યોજાઇ હતી. જેમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ મળી કુલ ચાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. નગરપાલિકા હાઈસ્કૂલ પટાંગણમાં આવેલ મતદાન મથકમાં પાંચ બુથમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં કુલ 5148 મતદારો પૈકી 348 પુરુષ 380 સ્ત્રી મતદારો મળી કુલ 728 મતદારોએ 11 વાગ્યા સુધી મતદાન કર્યું. આમ કુલ ૧૪.૧૪ ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકા પેટા ચૂંટણી સંદર્ભે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ત્યારે કુલ 5148 મતદારો પૈકી એક વાગ્યા સુધી 1077 પુરુષ, તથા 1077 સ્ત્રી મળી 2154 મતદારોએ માતાધિકારનો ઉપયોગ કરી 41.84 ટકા મતદાન નોંધાયું હતું
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સત્યા ટીવી જંબુસર