Satya Tv News

ગોરવા શાકમાર્કેટની પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતી રૂપાબેન મેડા એ ગુરુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે છેલ્લા છ વર્ષથી ચેતન ચીમનભાઈ રોહિત રહેવાસી રવિ પાર્ક સોસાયટી ભાયલી સાથે ફ્રેન્ડશીપ હતી અને અમો બંને લિવ ઇન રિલેશનશિપમાં વડોદરામાં અલગ અલગ જગ્યાએ ભાડેથી રહેતા હતા. પરંતુ અમે રિલેશનશિપનો કરાર કરાવ્યો ન હતો. અમે છેલ્લા બે મહિનાથી ઉપરોક્ત સરનામે રહેવા આવ્યા છે અગાઉ અમે સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા તે દરમિયાન ચેતન રોહિત મારી સાથે બોલા ચાલી ઝઘડો કરતો હતો પરંતુ મારે ચેતન સાથે રહેવું હોય પોલીસ ફરિયાદ કરતી ન હતી. ગત ચોથી તારીખે હું મારા ઘરે હતી તે દરમિયાન બપોરે 12 વાગ્યાથી ચેતન મારો ફોન ઉપાડતા ન હતા. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ કરી દીધો હતો રાત્રે 9:30 વાગે ચેતન રોહિત ઉપરોક્ત સરનામે આવ્યા ત્યારે મેં તેઓને આ અંગે કહેતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મને ગાળો બોલી મારા પર હાથ ઉઠાવ્યો હતો.

error: