Satya Tv News

સ્થાનિક બેરોજગારી,લેન્ડલુઝર્સ અને લોકલ લોકોને ધંધો મળે એ માટે સંગઠનનો પ્રથમ પ્રયાસ રહેશે : સત્યમ રાવ,જનરલ સેક્રેટરી,ગુજરાત શ્રમિક સંગઠન

વાગરા તાલુકા પ્રમુખ તરીકે જાવીદ મુન્શી ની વરણી કરાઈ

વાગરા ખાતે ગુજરાત શ્રમિક સંગઠન ના કાર્યાલય નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.વાગરા તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.કામદારોના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ લાવવા સંગઠન માં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

              વાગરા તાલુકામાં અનેક વિધ કંપનીઓ સ્થાપિત થઈ છે.તો અનેક કંપનીઓ આકાર લઈ રહી છે.કંપનીઓમાં હજારો કામદારો કામ કરી રહ્યા છે.જેને પગલે કામદારો ને કંપનીઓ તેમજ કોન્ટ્રાકટરો સાથે વિવિધ પ્રશ્નો સર્જાતા હોય છે.જેમાં કામદારો ના પગાર,લેબર કોર્ટ ના કામકાજ,પી.એફ બોનસ,કોન્ટ્રાકટ કામદારો ના હક,રોજગારી ની સમસ્યાઓ ઉદ્દભવતી હોય છે.જિલ્લાભર ના કામદારોની પડખે ઉભા રહી ગુજરાત શ્રમિક સંગઠન સતત લડત આપી કામદારોની સમસ્યાઓનું સુખદ નિરાકરણ લાવી રહી છે.વાગરા તાલુકો ઉદ્યોગ નગરી થી ધમધમી રહ્યો છે.જેને ધ્યાને લઇ કામદારોની ઉદભવનારી સમસ્યાઓ ના સમાધાન માટે વાગરા ખાતે ગોલ્ડન પોઇન્ટ રેસિડેન્સી માં કાર્યાલય નું ઉદ્દઘાટન જનરલ સેક્રેટરી સત્યમ રાવ ના હસ્તે કરાયુ હતુ.તેમણે સ્થાનિક બેરોજગારી, લેન્ડલુઝર્સ અને લોકલ લોકોને ધંધો મળે એ માટે સંગઠનનો પ્રથમ પ્રયાસ રહેશે નું જણાવ્યુ હતુ.આ સાથે તાલુકા પ્રમુખ તરીકે જાવીદ મુન્શી ની નિમણૂક કરતા તેમના હિતેચ્છુઓમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.આ તબક્કે નવનિયુક્ત પ્રમુખ જાવીદ મુન્શી એ કામદારો ને પડતી સમસ્યાઓને અડધી રાતે દોડી જઇ તેનો નિકાલ લાવવા હૈયા ધરપત આપી હતી.

કાર્યાલય ના ઉદ્દઘાટન માં જિલ્લા પ્રમુખ સફીભાઈ,રમેશ વૈષ્ણવ,તાલુકા ઉપ પ્રમુખ હર્ષદ પટેલ,ઇનાયત મન્સુરી,મુસ્તાક બાપુ સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: