ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. ભારતીય ટીમે સિરીઝની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કર્યો છે. ટીમ ઈન્ડિયાના બેટરોના નબળા પ્રદર્શનને પગલે ભારતીય ટીમે હાર વેઠવી પડી છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝમાં બંને મેચ ગુમાવી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાને નામે ખરાબ રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. T20 ક્રિકેટમાં ભારતીય ટીમે દ્વીપક્ષીય સિરીઝમાં સળંગ બે મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા હોય એવુ પ્રથમ વાર બન્યુ છે.
જોકે આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે સળંગ બે મેચમાં હારનો સામનો ત્રણ વાર કરવો પડ્યો હતો. પરંતુ દ્વીપક્ષીય સિરીઝમાં ભારતે સળંગ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય એવુ પ્રથમ વાર બન્યુ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2009માં રમાઈ હતી. આમ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતે પ્રથમ વાર બંને વચ્ચેની દ્વી પક્ષીય સિરીઝમાં સળંગ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.