મોરક્કોના અઝીલાલ પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં મુસાફરોને બજારમાં લઈ જઈ રહેલી એક મિનિબસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. તેમણે કહ્યું કે અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
હાલ અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ઘટનાસ્થળે બચાવ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને અગાઉ વર્ષ 2015 માં, દક્ષિણ મોરોક્કોમાં યુવા રમતવીરોના પ્રતિનિધિમંડળને લઈ જઈ રહેલી સેમી-ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 33 લોકોના મોત થયા હતા. ઓગસ્ટ 2022 માં પણ, કાસાબ્લાન્કાની પૂર્વમાં બસ અકસ્માતમાં 23 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 36 ઘાયલ થયા હતા. 2012માં બસ અકસ્માતમાં 42 લોકોના મોત થયા હતા.
નેશનલ રોડ સેફ્ટી એજન્સી અનુસાર, મોરોક્કોમાં દર વર્ષે સરેરાશ 3,500 લોકો મૃત્યુ પામે છે અને 12,000 લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થાય છે. આ હિસાબે દરરોજ 10 મૃત્યુ થાય છે. ગયા વર્ષે આ આંકડો 3,200 આસપાસ હતો, જે હવે વધી ગયો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે વર્ષ 2026 સુધીમાં મૃત્યુ દર અડધો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.