મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાદર સ્ટેશન પર એક મહિલા મુસાફરને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટના ગઈકાલે રાત્રે 8.30 વાગ્યે બની હતી અને પૂણેથી મુંબઈ આવી રહેલી ઉદ્યાન એક્સપ્રેસના લેડીઝ ડબ્બામાં બની હતી. પીડિત મહિલાની ઉંમર 29 વર્ષ હોવાનું કહેવાય છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેના પર હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે તેણે પ્રતિકાર કર્યો, જેના પગલે આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી
મહિલાએ પોલીસને જણાવ્યું કે દાદર સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન પહોંચ્યા બાદ સામાન્ય મહિલા કોચમાંથી તમામ મહિલાઓ નીચે ઉતરી ગઈ હતી. પીડિત મહિલા તે સમયે તે ડબ્બામાં એકલી રહી ગઈ હતી, જેને જોઈને આરોપી કોચમાં ચઢી ગયો હતો. જ્યારે પીડિતાએ તેની સામે વાંધો ઉઠાવ્યો તો આરોપીએ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. સદનસીબે જ્યારે તેણી ટ્રેનમાંથી પટકાઈ હતી, ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પાર કરી નહોતી અને તે પ્લેટફોર્મ પર પડી
આરોપીની ઓળખ મનોજ ચૌધરી તરીકે થઈ છે, તેની ઉંમર 32 વર્ષ છે. એક અધિકારીએ જણાવ્યું કે આરોપી નશામાં હતો અને જ્યારે મહિલાએ તેના મહિલા ડબ્બામાં ચઢવા સામે વાંધો ઉઠાવ્યો તો આરોપીએ મહિલાને ટ્રેનમાંથી ધક્કો મારી દી