જો તમે પાસપોર્ટ માટે અરજી કરવા જઈ રહ્યા છો એ ભૂલ ક્યારેય ન કરતાં જે પહેલા ઘણા લોકો કરી ચૂક્યા છે. જેના કારણે પાસપોર્ટ રિજેક્ટ થઈ શકે છે અને બાદમાં તે સુધારા કરવા પાસપોર્ટ ઓફિસના ચક્કર લગાવવા પડે છે. જેના કારણે અનેક લોકોની બહાર જવાની યોજનામાં પર પણ પાણી ફરી વળી શકે છે.
અમુક વાતોની પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. પાસપોર્ટ ઓફિસ અનુસાર અરજી કરતી વખતે સરનામામાં બે કૉલમ હોય છે, એક કાયમી સરનામા માટે અને બીજી વર્તમાન સરનામા માટે. જેમની પાસે પોતાનું ઘર છે, તો તેમને કોઈ સમસ્યા નથી, કારણ કે બંનેમાં એ જ સરનામું આવશે પણ જેઓ ભાડે રહે છે એમને તેઓ વર્તમાન સરનામામાં પણ તેમનું કાયમી સરનામું લખે છે. એ લોકો એમ વિચારે છે કે તેઓ ભાડે રહેતા હોવાથી, ઓફિસની બહાર અથવા દિવસ દરમિયાન કામ કરતા હોવાથી વેરિફિકેશનમાં સમસ્યા આવી શકે છે, આ કારણે તેઓ વર્તમાન સરનામામાં કાયમી સરનામું લખે છે અને અહીંથી સમસ્યા શરૂ થાય છે.
પાસપોર્ટ હાલના સરનામા પર જ બનાવવામાં આવે છે પણ સાથે સાથે કાયમી સરનામું જરૂરી છે. જ્યાં સુધી પોલીસ વેરિફિકેશનની વાત છે, પોલીસકર્મી તમને આવતા પહેલા ફોન કરશે, જ્યારે તમે ઘરે હોવ અથવા ઘરે રહેવાનો સમય જણાવશો, તે જ સમયે આવી જશે.
પાસપોર્ટ માટે અરજી કર્યા પછી, જો તમે એપોઇન્ટમેન્ટની તારીખે પાસપોર્ટ ઑફિસમાં જાઓ છો, તો ચોક્કસપણે ઓરીજનલ પેપર્સ સાથે રાખો. ઘણી વખત અરજદારો કાગળના નામે માત્ર આધાર લાવે છે. આવા અરજદારોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ફરી એપોઇન્ટમેન્ટ લઇને આવવું પડે છે. પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી લોકોને અપીલ કરે છે કે તેઓ એપોઇન્ટમેન્ટમાં આવે ત્યારે અરજીમાં જોડાયેલા કાગળો સિવાય અન્ય અસલ કાગળો પણ સાથે લાવવા જોઈએ. કેટલીકવાર અરજીમાં મુકવામાં આવેલા કાગળો સાથે મેળ ખાવો મુશ્કેલ હોય છે, આ કિસ્સામાં અન્ય ઓરીજનલ પેપર્સ મદદ કરે છે.