Satya Tv News

વિર સ્મારક પાસે શબ્બીરભાઈ વટાણીયાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

હાઈસ્કૂલમાં માજી પ્રમુખ સુલેમાનભાઈ ઉઘરાદાર એ ધ્વજવંદન કર્યું

હાઈસ્કૂલ ના બિલ્ડીંગ ના બાંધકામ માં સહકાર આપવા દાતાઓ ને અપીલ કરાઈ

દેશ ભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે.દેશ ના નાગરિકો દ્વારા પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવી દેશ પ્રત્યે ની વફાદારી,દેશ માટે મરી મીટવાની ભાવના બતાવી હતી.

૧૫ મી ઓગષ્ટ ની વહેલી સવાર થી ભૂલકાઓમાં અને નાગરિકોમાં અનેરો માહોલ જોવા મળ્યો હતો.કોલવણા ગામની પ્રાથમિક શાળા માં અગ્રણી શબ્બીરભાઈ વટાણીયા એ રાષ્ટ્ર ધ્વજ ને ફરકાવ્યો હતો.ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રભાવના ના દર્શન કરાવ્યા હતા.આઝાદી અમર રહો ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.


કોલવણા હાઈસ્કૂલ માં પૂર્વ ચેરમેન સુલેમાનભાઈ ઉઘરાદાર ના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ક્લાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી અને બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત લોકો અને દાતાઓને હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ કાર્ય માં દાન આપવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોલવણા હાઈસ્કૂલ માં ધોરણ નવ થી બાર સુધી અભ્યાસ ચાલી રહ્યો છે.શાળા માં આસપાસ ના પાંચ જેટલા ગામો ના છોકરા- છોકરીઓ અભ્યાસ અર્થે આવી શિક્ષણ લઈ રહ્યા છે.


રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં તલાટી દિનેશભાઇ,અગ્રણી ગુલામ મુસા,સરપંચ ઝફર ગડીમલ,અબ્દુલભાઇ ગોઇડ,ડે. સરપંચ નશીમબેન,શાયરાબેન પઠાણ,ટ્રસ્ટી મંડળ,પંચાયત ના સભ્યો,આચાર્ય,શિક્ષક ગણ,એસ.એમ.સી. અધ્યક્ષ સાજેદા ગડીમલ,તેમજ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક સ્વાતંત્ર દિન ની ઉજવણી કરી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: