Satya Tv News

સુરત મહાનગરપાલિકાના લોકોના વેરાના પૈસામાંથી બાંકડાની ગ્રાન્ટનો સૌથી વધુ દુરુપયોગ એક પછી એક બહાર આવી રહ્યો છે. આ પહેલાં પાલિકાના બાંકડા હવે ટેરેસ, રેસ્ટોરેન્ટ બાદ ડ્રેસ મટીરીયલ્સનું વેચાણ કેન્દ્ર બની ગયા છે. ત્યાર બાદ હવે ભાજપ બાદ હવે આપ ના કોર્પોરેટર ની ગ્રાન્ટ ના બાંકડા નો ધંધાદારી ઉપયોગ બહાર આવતા વધુ એક વિવાદ ઉભો થયો છે. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડીમાં આવેલી ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલા નીચે ડ્રેસ મટીરીયલનું વેચાણ માટે બાંકડાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાથી બાંકડાની ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સુરત પાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે કોર્પોરેટરો અને ધારાસ્યની ગ્રાન્ટમાંથી મુકવામાં આવેલા બાંકડાનો લોકોની સુવિધા માટે નહી પરંતુ ધંધાદારી કે ખાનગી થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પાલિકાની ગ્રાન્ટના બાંકડા ટેરેસ પર ચડાવી દીધાનો વિડિયો વાયરલ થતા મોટો વિવાદ બાદ એક પછી એક બાંકડાના દુરુપયોગ બહાર આવી રહ્યો છે.

કતારગામ વિસ્તારમાં આંબા તલાવડીમાં આવેલી ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરીયલનું વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રેસ મટીરીયલ અને મૂકવા માટે ઘરમાં બાંકડા મૂકી દેવામાં આવ્યા છે. પાલિકાના બાંકડા લોકોના ઘરમાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કે કોર્પોરેટર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાથી બાંકડાનો ખાનગી ઉપયોગ કરવાની હિંમત લોકોની વધી રહી છે. સોસાયટીમાં બાંકડા મૂકવાના નામે બાંકડા મંગાવી લેવાય છે અને ત્યારબાદ પોતાના અંગત ઉપયોગ માટે થાય છે. તેવી ફરિયાદ થઈ રહી છે.

જ્યારે ભાજપના કોર્પોરેટરો બાંકડા ફાળવતા હતા ત્યારે આ જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેનો વિરોધ કરતાં હતા પરંતુ હવે આપના કોર્પોરેટરના બાંકડાના ખાનગી ઉપયોગ બહાર આવ્યો છે તેમાં તેઓ બચાવની ભૂમિકામાં આવી ગયાં છે. વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર દીપ્તિ સાકરીયાએ જણાવ્યું કે મારા વોર્ડમાં વોર્ડ સમિતિની ગ્રાન્ટમાંથી કુલ 11 બાંકડા મૂકવામાં આવ્યા છે અને મારી પોતાની ગ્રાન્ટમાંથી 23 જેટલા બાંકડા મુક્યા છે. જે સોસાયટીમાંથી અમને ફોન આવતા હતા તે સોસાયટીમાં અમે બાકડા ફાળવ્યા છે. કોઈ અંગત ઉપયોગ માટે બાકડાનો ઉપયોગ કરતા હોય એવું મારા ધ્યાન પર આવ્યું નથી.હું તપાસ કરાવી લઈશ..

error: