જીએમઆર કોલ સેન્ટર પર આજે ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો
એરપોર્ટ પર આઈસોલેશન બેમાં વિમાનની તપાસ ચાલી રહી છે. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. જીએમઆર કોલ સેન્ટરને શુક્રવારે સવારે 8.53 વાગ્યે ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં કંઈ મળ્યું નથી. વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. ફ્લાઇટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સર્ચ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું, અને બોમ્બ કોલને હોક્સ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ નકલી કોલ કરીને બોમ્બ હોવાની ધમકી આપવાના મામલામાં એફઆઈઆર નોંધીને કોલ કરનારની ઓળખ કરી રહી છે.