હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિના સુત્રોચાર કર્યા
આમોદ તાલુકા પંચાયતના પદાધિકારી તેમજ કર્મચારીઓએ હાથમાં માટી લઈ શપથ લીધા
આમોદ તાલુકા પંચાયત ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા પંચાયતના પદાધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા.દેશના વીર જવાનોને યાદ કરી પ્રતિજ્ઞા લીધી હતી.આ ઉપરાંત આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.તાલુકા પંચાયતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જમણા હાથમાં માટી લઈ શપથ લીધા હતા.આ ઉપરાંત તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ રાઉલજી,દિપક ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના કર્મચારી,તલાટીઓ સહિત શિક્ષકો પણ જોડાયા હતા.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા