UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ઉદઘાટન
ટેકનૉલોજી,માઇક્રોબાઓલોજીનું ઉદઘાટન કરાયું
વિદ્યાર્થી મિત્રો,અતિથિઓનું કર્યું સ્વાગત
અધ્યાપકગણ,કર્મચારી ગણમાં અનેરો આનંદ જોવા મળ્યો
ગુજરાત સરકારના શુભ હસ્તે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ડિપાર્ટમેંટ ઓફ કોમ્પુટર એંજિનીયરિંગ ,ઇન્ફોર્મેશન ટેકનૉલોજી અને માઇક્રોબાઓલોજીનું ઉદઘાટન કરવામાં આવ્યું .
તા.૧૮/૮/૨૦૨૩ના રોજ માનનીય કેબિનેટ મંત્રી કનુ દેસાઇ,ગુજરાત સરકાર દ્વારા યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ડિપાર્ટમેંટ ઓફ કોમ્પુટર એન્જીનિયરીંગ ,ઇન્ફોર્મેશન ટેકનૉલોજી અને માઇક્રોબાઓલોજીનું ઉદઘાટન કરવામા આવ્યું હતુ.વિદ્યાર્થી મિત્રો તથા અધ્યાપકગણે તાળીઓના ગળગડાથી અતિથિઓનું સ્વાગત કર્યું હતુ. આ શુભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સાન્દ્રા શ્રોફ, યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી, જી.આર.પી. કંપનીના એમ. ડી. રાજેન્દ્ર ગાંધી, ટ્રસ્ટી બી.ડી.દલવાડી, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ ઘનશ્યામ ગજેરા ,યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.શ્રીકાંત જે વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ ,અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી મિત્રો હજાર રહ્યા હતા.
માનનીય કનુ દેસાઇ દ્વારા યુનિવર્સિટીના પદાધિકારીઓ વિદ્યાર્થીઓ, અધ્યાપકગણને સંસ્થાની ઉચ્ચશિક્ષણમા ૧૨ વર્ષની સિધ્ધી માટે અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર દિવસોમાં યુનિવર્સિટી દુનિયાની પ્રમુખ યુનિવર્સિટીમા ખ્યાતિ મેળવે તે માટે શુભેચ્છા પાઠવી હતી. માન. કેબિનેટ મંત્રીના વરદહસ્તે ડિપાર્ટમેંટની ઉદઘાટન થવાથી યુનિવર્સિટીના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, અધ્યાપકગણ અને કર્મચારી ગણમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર