Satya Tv News

આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જોકે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ. ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. 22 ઓગસ્ટ સુધીના ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે.

સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સરકારે જંત્રી વધારવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લાગુ કરતા પહેલા સરકારે જુની જંત્રીએ 2 મહિના સુધી જમીનની અરજીઓ ક્લિયર કરવા માટે સમય પણ આપ્યો હતો. આ સમય દરમિયાન જમીન ખાતાના ચીટનિશ જે.ડી પટેલે જુની જંત્રીની તમામ ફાઇલો ક્લિયર ન કરી દબાવી રાખી અરજદારોને ફાઇલ ક્લિયર કરવા માટે મોટી રકમ માગી હતી. જોકે, કલેક્ટર ડી.એસ ગઢવીને ચીટનિશ જે.ડી પટેલના ઇરાદાઓની ગંધ આવી જતાં તેમણે અરજદારોની ફાઇલો ક્લિયર કરવા સૂચના આપી હતી.

કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા માટે અગાઉ કેતકી વ્યાસ અને લાંચીયા ટોળકીએ અગાઉ 2 મહિલાને કલેક્ટર પાસે મોકલી હતી. વીડિયો ઉતાર્યા બાદ આ બંને કલેક્ટરને બ્લેકમેલ કરીને વિવાદોવાળી ફાઈલોમાં સહી કરાવી લેતા હતા. જે બાદ આ બંને કલેક્ટર ડી.એસ ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા અને કામ કઢાવવા દબાણ કરતા હતા. જે બાદ વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવીની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા અને સમગ્ર મામેલ તપાસ કરવાની સૂચના અપાઈ હતી. ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું હતું. ATSના PI જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરશે.

error: