સની દેઓલને બેંક દ્વારા 56 કરોડ રૂપિયા અને વ્યાજની રિકવરી નોટિસ આપવામાં આવી છે. રકમ ન ચૂકવવાને કારણે જુહુમાં સની વિલાના વેચાણ માટે બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે 11 ઓગસ્ટે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ઘણા રેકોર્ડ ટોફી નાખ્યા છે આવી સ્થિતિમાં તેમની સામે કરોડોની લેણી રકમ ન ચૂકવવાનો આરોપ ખૂબ જ આશ્ચર્યજનક છે. અભિનેતાની આ ફિલ્મે 9 દિવસમાં બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
સની દેઓલ બેંકની લોન નહીં ચૂકવે તો તેની મોટી પ્રોપર્ટીની હરાજી થઈ શકે છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે અભિનેતા પર બેંક પાસેથી મોટી લોન હતી, જેની વસૂલાત માટે બેંકે હવે મુંબઈ સ્થિત અભિનેતાની સંપત્તિની હરાજી કરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે.
બેંક તરફથી સની દેઓલના બંગલા ‘સની વિલા’ની હરાજી 25 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો બેંકે અભિનેતાના બંગલાની હરાજી માટે 51.43 કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત રાખી છે.