સની દેઓલની ગદર 2એ 11માં દિવસે લગભગ 14 કરોડની કમાણી કરી લીધી છે. જો કે, આ હજુ પણ પ્રારંભિક આંકડા છે. આ સાથે ભારતમાં ગદર 2નું નેટ કલેક્શન 389.10 કરોડ થઈ ગયું છે. ગદર 2 નું ગ્લોબલ કલેક્શન 487 કરોડ સુધી પહોંચી ગયું છે, જેને જોઈને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ગદર 2 વિશ્વભરમાં 500 કરોડને પાર કરી જશે.
સની દેઓલ છેલ્લા કેટલાક સમયથી એક હિટ ફિલ્મની શોધમાં હતા. ગદર 2 ફિલ્મ સની દેઓલના કરિયરની સૌથી હિટ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ગદર એક પ્રેમકથા સની દેઓલના કરિયરની હિટ ફિલ્મ સાબિત થઈ હતી. તેમજ લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરેલી અમિષા પટેલને પણ ગદર 2એ હિટ બનાવી છે. ચાહકોને તારા સિંહ અને સકીનાની જોડી ખુબ પસંદ આવી રહી છે. ડાયરેક્ટર અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માની એક્ટિગ ચાહકોને વધુ ખુશ કરી શકી નહિ.