Satya Tv News

નલધરી ગામ પાસેથી ઝડપાયો દારૂનો જથ્થો
પોલીસે નલધરી ગામ પાસે ગોઠવી હતી વોચ
સેંગપૂર ગામના બુટલેગરને ઝડપી પાડ્યો
કુલ 59 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત


વાલિયા પોલીસે નલધરી ગામ પાસેથી એક્ટિવા ઉપર લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે સેંગપૂરના બુટલેગરને 59 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી, કે એક્ટિવા ગાડી નંબર-જી.જે.16.ડી.જે.3163 ઉપર એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈ વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપરથી પસાર થવાનો છે, જેવી બાતમીના આધારે પોલીસે નલધરી ગામ પાસે વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી આગળના ભાગે મુકેલ કોથળામાંથી વિદેશી દારૂની 104 નંગ બોટલ કબ્જે કરી હતી. અને 10 હજારનો દારૂ તેમજ એક્ટિવા મળી કુલ 59 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વરના સેંગપૂર ગામના મોટા ફળિયામાં રહેતો બુટલેગર મનીષ મહેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: