ફાયરિંગની ઘટના કેલિફોર્નિયાના ટ્રેબુકો કેન્યન શહેરમાં બની છે, જેમાં હુમલાખોર સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બુધવારે દક્ષિણ કેલિફોર્નિયાના એક બારમાં થયેલા ગોળીબારમાં 3 લોકો માર્યા ગયા હતા.ફાયરિંગની ઘટના સાંજે 7 વાગ્યા આસપાસ બની હતી. ઓરેન્જ કાઉન્ટીના ટ્રેબુકો કેન્યનમાં કુકના કોર્નર પર તે લાંબા સમયથી બાઇકર્સમાં એક લોકપ્રિય વોટરિંગ હોલ છે, જેઓ લાઇવ મ્યુઝિક, ઓપન-માઇક નાઇટ અને કોલ્ડ બીયર માટે લાંબી રાઇડ પછી ભેગા થાય છે.
ઓરેન્જ કાઉન્ટી શેરિફના સાર્જન્ટ ફ્રેન્ક ગોન્ઝાલેઝે જણાવ્યું કે, ગોળીબારની ઘટનાના પ્રથમ અહેવાલના થોડા સમયમાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તરત જ શૂટર સામે ગોળીબાર શરૂ કર્યો હતો.તેમણે 1986 થી 2014 સુધી પોલીસ વિભાગ સાથે કામ કર્યું. જોકે ઓરેન્જ કાઉન્ટીના અધિકારીઓએ શૂટર વિશે કોઈ માહિતી આપી નથી. તેનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
હાલમાં ગોળીબારના કારણે હુમલાખોર સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી 5 લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે. શેરિફ વિભાગ વતી માહિતી આપવામાં આવી હતી કે મિશન વિએજોના ટ્રોમા સેન્ટર પ્રોવિડન્સ મિશન હોસ્પિટલમાં દાખલ બે ઘાયલોની સ્થિતિ ગંભીર છે.