Satya Tv News

પાયલોટના યુનિફોર્મમાં સજ્જ યુવક એર ઇન્ડિયાના વિન્ડો પર જઈને પોતે એર ઇન્ડિયામાં પાયલોટ હોવાનું જણાવે છે. પરંતુ બોર્ડિંગ સ્ટાફને શંકા જતા તેમના દ્વારા એરપોર્ટની સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે છે. સુરક્ષા એજન્સી ની તપાસ માં યુવકે સંતોષકારક જવાબ નહિ આપતા IB સહિત ની એજન્સીઓ કામે લાગે છે. વડોદરા એરપોર્ટ પર થી ઝડપાયેલા આ યુવક ને આતંકી સમજી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

ઝડપાયેલા યુવક નું નામ રક્ષિત માંગેલા છે આ યુવક મૂળ મુંબઈ ના વિલે પાર્લે નો વતની છે.અસલ માં યુવક ને અસલી પાયલટ બનવાની ઈચ્છા હતી પરંતુ ઘર ની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેને મુંબઈ ની જ એક ખાનગી ઇન્સ્ટિટયૂટ માં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ની તાલીમ મેળવી હતી.છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવા માટે આ યુવકે નકલી પાયલોટ બનવા નું મન બનાવી લીધું.ત્યાર બાદ આ યુવકે ફ્લાઇટ માં પ્રવેશતા પેહલા પાયલોટ તેમજ ફ્લાઇટ પાસે ફોટા પડાવી યુવતીઓ ને મોકલવાનું શરૂ કર્યું હતું.

યુવકે પોતે પાયલોટ હોવાની બડાશ મારી. અમદાવાદ, રાજકોટ તેમજ મુંબઈ, નેધરલેન્ડ સહિત ચાર ગર્લફ્રેન્ડ બનાવી લીધી હતી.આ યુવક હવાઈ મુસાફરી કરવા માટે પોતાની નેધરલેન્ડ માં રહેતી ગર્લફ્રેન્ડ પાસે ફ્લાઇટ ની ટીકીટ બુક કરાવતો હતો. યુવતીઓ ને ઈમ્પ્રેસ કરવામાં માહિર આ યુવક ને જાણ થઈ હતી કે તેની એક ગર્લફ્રેન્ડ હાલ હૈદરાબાદ છે.જેથી તે વડોદરા એરપોર્ટ ખાતે આવ્યો હતો અને ફ્લાઇટ મારફતે હૈદરાબાદ પોતાની ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું નક્કી કર્યું હતું.પરંતુ વડોદરા એરપોર્ટ ખાતે જ આ યુવક નો ભંડાફોડ થઈ ગયો હતો.જેથી એરપોર્ટ સુરક્ષા એજન્સી દ્વારા હરણી પોલીસ ને યુવક નો કબ્જો સોંપવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે યુવકે પોતે પાયલોટ હોવાની ઓળખ આપી ચાર જેટલી યુવતીઓ ને પોતાની પ્રેમ જાળ માં ફસાવી હતી ત્યારે હરણી પોલીસે આ યુવક ને તેની તમામ ગર્લફ્રેન્ડ ને એક મેસેજ કરવા કહ્યું હતું

પોલીસે યુવક પાસે હું અસલી પાયલોટ નથી તેવો મેસેજ લખાવી યુવક ના હાથે જ તમામ યુવતીઓ ને મેસેજ કરાવી દિધો હતો.પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ની તપાસ માં યુવક પાસે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો હોય તેવા કોઈ શંકાસ્પદ દસ્તાવેજ કે અન્ય માહિતી ન મળતાં આ યુવક ને તેના પરિવાર ને સોંપી દેવામાં આવ્યો હતો

error: