Satya Tv News

23 વર્ષના શુભમને યો-યો ટેસ્ટમાં 18.7નો સ્કોર કર્યો છે, જ્યારે વિરાટ કોહલીનો સ્કોર માત્ર 17.2 હતો. જોકે BCCIએ યો-યો ટેસ્ટના સ્કોરને સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ BCCIના આંતરિક સૂત્રોને આ માહિતી બહાર આવી છે. BCCIએ યો-યો ટેસ્ટમાં ઉપસ્થિત તમામ ક્રિકેટરો માટે 16.5નો કટ-ઓફ સ્કોર નક્કી કર્યો હતો, જેને તમામ ભારતીય ખેલાડીઓએ પાર કર્યો હતો. આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, ‘ગિલનો હાલમાં સૌથી વધુ 18.7 સ્કોર છે. મોટાભાગના ખેલાડીઓએ 16.5 અને 18ની વચ્ચે સ્કોર કર્યો છે. જસપ્રીત બુમરાહ, પ્રમુખ કૃષ્ણા, તિલક વર્મા, સંજુ સેમસન અને કેએલ રાહુલની પણ ચકાસણી કરવામાં આવી હતી.’

વિરાટ કોહલીએ ગુરુવારે તેના યો-યો ટેસ્ટ રિપોર્ટ અને તેના સ્કોર સાથે તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. તેને તે રમુજી લાગ્યું પરંતુ બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને કદાચ એ વાત પસંદ ન આવી. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલી દ્વારા ગુરુવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા યો-યો ટેસ્ટના સ્કોર્સે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને નારાજ કર્યા

વિરાટે આ ગુપ્ત માહિતી શેર કર્યાના એક કલાકની અંદર, ભારતીય ટીમ મેનેજમેન્ટે તમામ ભારતીય ક્રિકેટરો માટે કડક માર્ગદર્શિકા જારી કરી હતી. જો કે આ મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું. વિરાટની આ ઈન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પછી BCCIના ટોચના મેનેજમેન્ટે ખેલાડીઓને યો-યો ટેસ્ટ જેવી ગુપ્ત માહિતી શેર ન કરવાની કડક સૂચના આપી હતી.

ખેલાડીઓને મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓએ આવી ગોપનીય બાબતોની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ નહીં. ટ્રેનિંગ સમયના ફોટો શેર કરી શકો છો પણ સ્કોર્સ જેવી વસ્તુઓ શેર કરવી એ કરારનો ભંગ હોઈ શકે છે.

error: