Satya Tv News

સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ADITYA L1, 2 સપ્ટેમ્બરનાં રોજ લૉન્ચ કરવામાં આવશે. મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50એ લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય L1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ આધારિત ભારતીય પ્રયોગશાળા હશે. ઈસરોએ આ મિશનનાં લૉન્ચને જોવા માટે જનતાને આમંત્રિત કર્યું છે. શ્રીહરિકોટા સ્થિત લૉન્ચ વ્યૂ ગેલેરીથી તેનું પ્રક્ષેપણ જોઈ શકાશે. તે માટે લોકોએ વેબસાઈટની મદદથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી ISRO હવે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌર મિશન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.તે સૂર્યની આસપાસ રચાતા કોરોનાના દૂરસ્થ અવલોકન માટે બનાવવામાં આવ્યું છે.

error: