Satya Tv News

G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે એક ખાનગી મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી કારોને G20 સમિટ માટે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે. તેમાંથી મર્સિડીઝ મેબેક સૌથી મોંઘી કાર છે. G20 માટે માત્ર મર્સિડીઝ જ નહીં પરંતુ દુનિયાભરની અન્ય મોંઘી કાર પણ આપવામાં આવી રહી છે. જેમાં BMW અને Audi સામેલ છે.હરમનદીપ સિંહના કહેવા પ્રમાણે આ લક્ઝરી કાર દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીના ભાવે ભાડે આપવામાં આવે છે. આ કાર તેમના રાઇડર્સને બિઝનેસ ક્લાસનો અનુભવ પ્રદાન કરે છે. આ કારોમાં VIP નંબર પ્લેટ હોય છે. આ નંબર પ્લેટો 000 શ્રેણીની છે.

G20 સમિટ પહેલા અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSSની ટીમો દિલ્હીમાં પડાવ નાખશે. આગામી મહિને યોજાનારી G20 સમિટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20 સમિટમાં આવનારા દેશોના વડાઓની સુરક્ષા માટે CIA, UKની MI-6 અને ચીનની MSS જેવી દેશોની એજન્સીઓ દિલ્હી આવવા લાગી છે. જી-20 સભ્ય દેશોના રાષ્ટ્રપતિ કે, વડાપ્રધાન જ્યાં રોકાશે તે દિલ્હીની હોટલોની સુરક્ષાની સાથે સાથે સ્થળ તરફ જતા તમામ માર્ગોની માહિતી પણ આ દેશોની સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી રહી છે.

જી20 સમિટની સુરક્ષાને લઈને દિલ્હી પોલીસ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), અર્ધલશ્કરી દળો તેમજ આર્મી અધિકારીઓ સાથે અનેક રાઉન્ડની બેઠકો થઈ છે. માહિતી અનુસાર, G20 સમિટને ધ્યાનમાં રાખીને G20 સ્થળની સાથે દિલ્હીમાં કેટલીક ખાસ જગ્યાઓ પર એક ડઝનથી વધુ NSG ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની SWAT ટીમની સાથે અર્ધલશ્કરી દળોની ક્વિક રિએક્શન ટીમ (QRT)ની ઘણી ટીમો દિલ્હીની હોટલોની આસપાસ તૈનાત કરવામાં આવી રહી છે જ્યાં વિદેશી મહેમાનો રોકાશે.

દિલ્હી પર આકાશમાંથી નજર રાખવામાં આવશે. આ માટે વાયુસેના અને ભારતીય સેનાના હેલિકોપ્ટર સતત આકાશમાં ચક્કર લગાવશે. આ હેલિકોપ્ટરમાં આર્મી અને એનએસજી કમાન્ડો દરેક સમયે હાજર રહેશે. દુશ્મનના ડ્રોનના જોખમને ધ્યાનમાં રાખીને NSG ઘણી જગ્યાએ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવી રહી છે, જેથી દુશ્મનના કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવી શકાય. આ સાથે દિલ્હીની હાઈરાઈઝ ઈમારતો પર NSG અને આર્મીના સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવશે.

error: