Satya Tv News

અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી , ત્યાંના મુસ્લિમો મસ્જિદોમાં કોઈપણ પરવાનગી વિના નમાજ અદા કરી શકશે અને તેનું પ્રસારણ પણ કરી શકશે. અગાઉ અહીં આ પ્રકારે છૂટ ન હતી.

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો તમે તમારા ઘરે અથવા મસ્જિદમાં નમાઝ અદા કરો છો, તો તમારે હવે શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક શહેરમાં શુક્રવારની અઝાન પ્રસારણ માટે પરવાનગી લેવી પડતી હતી, પરંતુ હવે એવું થશે નહીં.

error: