ભારતનું સૂર્ય મિશન – ચંદ્રયાન-3 મિશન પછી ભારત હવે તેના સૂર્ય મિશન માટે તૈયાર છે. સૂર્ય વિશે માહિતી મેળવવા માટે ભારત સૌપ્રથમવાર સૌર મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતનું સૌર મિશન ADITYA-L1 2 સપ્ટેમ્બર, 2023ના રોજ લોન્ચ થશે. ભારતીય સમય અનુસાર તેને શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે.આદિત્ય L1 મિશન ભારત માટે ખાસ છે કારણ કે તે ભારતનું પ્રથમ સૌર મિશન છે. તે સૂર્યનો અભ્યાસ કરશે.આ રોકેટ કુલ 1.5 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે અને લેંગ્રેસ પોઈન્ટ પર પોતાની સ્થાપના કરશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 4 ગણું વધુ છે.ઈસરોના આ સોલાર મિશનનું બજેટ લગભગ 400 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. ADITYA L1 ને તેના ગંતવ્ય સુધી પહોંચવામાં લગભગ 4 મહિના લાગશે. તે સૂર્યની આસપાસ ફરશે અને તેનો અભ્યાસ કરશે.