Satya Tv News

મામલો જિલ્લાના માંધાતા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ઇનપુનનો છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું કે મોહમ્મદ મહેતાબ, જે તેના પતિ છે, તેણે વાંધાજનક વીડિયો બનાવ્યો અને તેને તેના પરિવારના સભ્યોને મોકલ્યો. તેણે સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યાં હતા.

મહિલાએ થોડા સમય પહેલા તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો પરંતુ સમાધાન થયા બાદ તે તેના પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પતિએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યો હતો. થોડા દિવસો પતિ સાથે ફરી ઝગડો થતાં તે પિયરે આવતી રહી હતી અને ત્યાં જ રહેવા લાગી હતી. આ દરમિયાન પતિએ અગાઉ જ્યારે સંબંધ સારો હતો ત્યારે પાડેલા વીડિયો વાયરલ કર્યાં હતા. પતિએ પોતાના સસરા અને સાળાને પણ પત્ની સાથે સંબંધ બનાવતા વીડિયો મોકલ્યાં હતા. સસરા અને સાળા પણ આ ઘટનાથી છક થઈ ગયા હતા.

ખંડવાના એસપી સત્યેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ પતિએ પત્નીના માતા-પિતાને કેટલાક વાંધાજનક વીડિયો મોકલ્યા હતા. આ અંગે પત્ની વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયો તે સમયના છે જ્યારે બંને વચ્ચે સંબંધો સારા હતા પરંતુ ફરી ઝગડો થયા બાદ આરોપીએ પત્ની સાથેના તેના અંતરંગ વીડિયો સંબંધોને મોકલી દીધા હતા. પોલીસ મહિલાના પતિ સામે કાર્યવાહી કરી રહી છે.

error: