રિંકુએ ફરી કરી બતાવ્યું છે. તેને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશે પણ તેની T20 લીગ શરૂ કરી છે અને રિંકુએ આ લીગમાં ધમાલ મચાવી છે. રિંકુ આ લીગમાં મેરઠ મેવેરિક્સ વતી રમી રહ્યો છે. ગુરુવારે આ ટીમનો સામનો કાશી રુદ્રસ સાથે થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી અને સુપર ઓવરમાં ગઈ અને અહીં રિંકુએ કમાલ કરી હતી. રિંકુએ પોતાની શાનદાર બેટિંગથી ટીમને જીત અપાવી હતી. રિંકુની આ ઇનિંગે તેની IPL ઇનિંગ્સની યાદોને તાજી કરી છે જેણે તેને ખ્યાતિ અપાવી હતી.
મેચનું 40 ઓવર પછી પરિણામ નક્કી થઈ શક્યું ન હતું કારણ કે બંને ટીમોનો સ્કોર સમાન હતો. પ્રથમ બેટિંગ કરતા કાશીએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેરઠની ટીમે પણ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં રિંકુએ કમાલ કરી હતી.
રિંકુએ ગુજરાતના ફાસ્ટ બોલર યશ દયાલની ઓવરમાં પાંચ બોલમાં સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. આ ઈનિંગના આધારે રિંકુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો. હાલમાં જ તેણે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે T20 ડેબ્યૂ કર્યું હતું અને અહીં પણ તેણે બીજી મેચમાં પોતાની પ્રતિભા બતાવી હતી.રિંકુએ 22 બોલમાં 15 રન બનાવ્યા જેમાં એક સિક્સર પણ સામેલ હતી પરંતુ તેણે સુપર ઓવરમાં આ ધીમી ઈનિંગ્સને સરભર કરતા સુપર ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.