Satya Tv News

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારને લઈને જબરદસ્ત ચર્ચા છે. આદિપુરુષની નિષ્ફળતા બાદ પ્રભાસના ફેન્સને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે. આ ફિલ્મ પહેલા ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. પણ રિલીઝ ન થઈ. આ પછી ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હવે રિપોર્ટ્સ મુજબ ફિલ્મ 28 સપ્ટેમ્બરે પણ રિલીઝ થઈ રહી નથી. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેને લઈને કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.

આદિપુરુષની નિષ્ફળતા પછી પ્રભાસ ખૂબ જ સતર્ક બની ગયો છે અને સાવધાનીથી ચાલી રહ્યો છે. ફિલ્મની રીલિઝ ડેટ પાછી ઠેલવવામાં આવી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કદાચ આ ફિલ્મ હવે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને લઈને લોકોની ઉત્સુકતા દરરોજ વધી રહી હતી, પરંતુ ટ્રેલર આવી રહ્યું ન હતું.હવે તેનું કારણ જાણવા મળ્યું છે. જ્યારે ફિલ્મ જ હજુ રિલીઝ થવાની નથી, તો પછી ટ્રેલર કેમ રીલિઝ કરવું.

જો આ ફિલ્મ રિલીઝ ન થવાનું કારણ જોઈએ તો આ ફિલ્મ રિલીઝ ન થવાનું કારણ એ છે કે પોસ્ટ પ્રોડક્શનનું થોડું કામ બાકી છે. ફિલ્મમાં ઘણા બધા VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ ફિલ્મની દરેક મિનિટની વિગતો પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલા માટે મેકર્સ ફિલ્મને લઈને કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માંગતા નથી. ઘણા લોકો તો એમ પણ કહી રહ્યા છે કે પ્રભાસે શાહરૂખ ખાનની જવાનના કારણે તેની ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી છે.લોકો તો એમ પણ કહી રહ્યા છે કે પ્રભાસે શાહરૂખ ખાનની જવાનના કારણે તેની ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી છે.

error: