Satya Tv News

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે જીલ બાયડનમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. નોંધનીય છે કે બાયડનની 72 વર્ષીય પત્નીને ગયા વર્ષે ઓગસ્ટમાં પણ કોરોના સંક્રમિત થઈ હતી.

જીલ બાયડનના પ્રવક્તા એલિઝાબેથ એલેક્ઝાન્ડરે એક નિવેદનમાં કહ્યું, – સાંજે ફર્સ્ટ લેડીનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં ડેલવેરના રેહોબોથ બીચમાં તેના ઘરે રહેશે.’ રાષ્ટ્રપતિ બાયડન સોમવારે સાંજે ડેલાવેરથી એકલા વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસ પરત ફર્યા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું, ‘ફર્સ્ટ લેડીના કોવિડ-19ના પોઝિટિવ ટેસ્ટ બાદ બાયડનનો પણ સોમવારે સાંજે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ આ અઠવાડિયે રૂટીન ચેકઅપ કરાવશે.

error: