231 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2.1 ઓવરમાં વીનાવીકેટે 17 રન બનાવ્યા હતા.બાદમાં વરસાદને કારણે મેચ આટકી હતી. જેમા સમય બગડ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જેમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવીને જોરદાર જીત મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગિલ પણ 62 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાઈ હતી. જેમાં વરસાદને કારણે મેચ વચ્ચે અટકાવી દેવાની નોબત આવી હતી. જેને લઇને નેપાળ સાથેની આ મેચ ભારત માટે મહત્વપૂર્ણ હતી કેમ કે જો ટીમ ઇન્ડિયા આ મેચમાં હારનો સામનો કર્યો હોત તો તેમના સુપર 4મા પહોંચવાના ઓરતા આધુરા રહી ગયા હોત!