Satya Tv News

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પાલનપુરના ચડોતર નજીક 6 લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે સાંજના સમયે એક વેપારીના 3 માણસો કારમાં સોના-ચાંદીના દાગીના લઇ ડીસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન લૂંટારુઓએ ચડોતર બ્રિજ નજીક કાર કેમ ટકરાવી તેમ કહી કાર રોકાવી હતી. જે બાદમાં લૂંટારૂઓએ કારમાં ઘુસીને સોના-ચાંદીનાં દાગીના સહિત 6 કરોડની લૂંટ કરી હતી. આ તરફ ઘટનાની જાણ થતાં બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન તમામ જગ્યાએ નાકાબંધીને અંતે પાટણ LCBએ મધરાત્રે આરોપી ઇસમોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. જોકે હજી સુધી પોલીસ દ્વારા આ મામલે સત્તાવાર પ્રેસ કરવામાં આવી નથી.

અમદાવાદમાં પણ લૂંટ થઈ હોવાનું સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદના IIM રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને કરી લૂંટ કરાઇ છે. આ તરફ પ્રાથમિક વિગતો મુજબ લૂંટમાં મહિલા પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. વિગતો મુજબ અકસ્માતના બહાને ઝઘડો કર્યા બાદ ઇસમોએ રૂપિયા 25 લાખ લૂંટી લીધા હોવાનું ખૂલ્યું છે. આ તરફ CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરુ કરી છે. જોકે આ લૂંટની ઘટનામાં પોલીસને કાવતરાની શંકા છે.

error: