Satya Tv News

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ AMCએ સફારી પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પાપ્ત માહિતી મુજબ આ સફારી પાર્ક માટે અંદાજે રૂપિયા 200થી 250 કરોડના ખર્ચે થશે. આ જંગલ સફારી પાર્કમાં ગીરના સિંહ, દીપડા, જિરાફ, વાઘ સહિતના પ્રાણી જોવા મળશે. વધુમાં સાબરમતીનો તટ હોવાથી જુદી જુદી પ્રજાતિના યાયાવર સહિતના પક્ષી પણ અહીં વસવાટ કરશે. ખાસ વાત એ છે કે, સફારી પાર્ક જોવાના સોખીનોને કેવડિયા કે, ગીર સુધી ધક્કો નહી ખાવો પડે અને વિવિધ જંગલી પ્રાણીઓ સહિત વિદેશી પક્ષીઓ અમદાવાદના આંગણે જ જોઈ શકશે.

error: