Satya Tv News

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ISROની રાહે ચાલ્યું છે. જાપાને આજે વહેલી સવારે મૂન મિશન લોન્ચ કર્યું છે.જાપાનનો SLIM પ્રોજેક્ટ મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે. આમાં ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઉચ્ચ ટેક્નોલોજી કેમેરા છે જે ચંદ્રને સમજવાનું કામ કરશે. SLIMનું ચંદ્ર પર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં સુનિશ્ચિત થયેલ છે. હવામાન ખરાબ હોવાને લીધે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણ વખત મિશન સ્થગિત કરાયા બાદ છેવટે જાપાન આ મિશનને લોન્ચ કરવામાં સફળ રહ્યું છે.

જાપાન લાંબા સમયથી તેના ચંદ્ર મિશન પર કામ કરી રહ્યું છે. જાપાનના ચંદ્ર મિશનમાં ઘણી બાબતો સામેલ છે. આ મિશન હેઠળ સ્માર્ટ લેન્ડર (SLIM)ને ચંદ્ર પર તપાસ કરવા માટે લેન્ડ કરવાનું રહેશે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) તેને ‘H2A રોકેટ’ દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે.

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) દ્વારા ચંદ્ર પર ઉતરવાનો આ પ્રથમ પ્રયાસ છે. આ વર્ષે મે મહિનામાં એક ખાનગી જાપાની કંપનીનો અગાઉનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. SLIM (ચંદ્રની તપાસ કરવા માટે સ્માર્ટ લેન્ડર) એક ખૂબ જ નાનું અવકાશયાન છે, જેનું વજન લગભગ 200 કિલો છે. તેની સરખામણીમાં ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલનું વજન લગભગ 1,750 કિલો છે. SLIM નો મુખ્ય ઉદ્દેશ્ય પસંદ કરેલ સાઇટના 100 મીટરની અંદર ચોકસાઇપૂર્વક ઉતરાણ કરવાનો છે.

error: