પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીને રેકી અને હેલીગ કરવાના બહાને ટ્યુશનમાં એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને ગભરાયેલી યુવતીએ તેના માતા-પિતાને વાત કરતા વિદ્યાર્થિની અને તેના પરિવારે ચાંદેખેડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ચાંદખેડા પોલીસે નરાધમ પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે આ લંપટ શિક્ષકે પોતાના જ ક્લાસીસમાં આવતી ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર નજર બગાડી હતી.
આ લંપટ શિક્ષકે આ વાતની જાણ કોઈને ન કરવા વિદ્યાર્થીનીને દબાણ પણ કર્યું હતું. જોકે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો