આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચર્ચા મુજબ અમદાવાદ મનપાના સૌથી મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જતીન પટેલ મુખ્ય દાવેદાર હોવાનું મનાઇ રહ્યું છે. બીજી બાજુ ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર પર પસંદગીનો કળશ ઢોળાઈ તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જોકે આ તમામ બાબતે આજે ચિત્ર સ્પષ્ટ થશે.
વડોદરામાં મેયર પદે હેમિષા ઠક્કર અને ડેપ્યુટી મેયર પદે ચિરાગ બારોટનું નામ નક્કી હોવાનું સામે આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે મનોજ પટેલનું નામ મૂક્યું છે. સાંસદે હેમિષા ઠક્કર, વિધાનસભા દંડકે મનોજ પટેલનું નામ મુક્યુ છે. સંગઠને ચિરાગ બારોટનું નામ સંકલન બેઠકમાં મુક્યુ છે. ત્રણ MLAએ મેયર પદે નંદાબેન જોશી અથવા વર્ષાબેન વ્યાસનું નામ મુક્યુ છે. ત્રણ MLAએ ડેપ્યુટી મેયર પદે ઘનશ્યામ પટેલનું નામ મૂક્યું છે. ત્રણ MLAએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ડૉ.શિતલ મિસ્ત્રીનું નામ મૂક્યાની વિગતો સામે આવી છે.
ભાવનગર મહાનગરપાલિકામાં મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત થવાની છે. જેમાં મેયર તરીકે મહેશ વાજા, ભારતીબેન મકવાણા, અશોક બારૈયા, ભરત મકવાણાના નામની ચર્ચા છે. ડેપ્યુટી મેયર તરીકે ભાવના દવે, ભાવના સોનાની, મોના પારેખનું નામ આગળ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ મોખરે છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ભાવેશ મોદી, કુમાર શાહનું નામ આગળ હોવાની સૂત્રો પાપ્ત વિગતો છે.
સુરત મનપામાં 11 સપ્ટેમ્બરે નવી બોડીની રચના થવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની રેસમાં ક્યાં ક્યાં નામ છે તેના વિશે તમને જણાવીએ. મેયરની રેસમાં મૂળ સુરતી અશોક રાંદેરિયાનું નામ સૌથી ઓગળ છે. તેમજ દક્ષેશ માવાણી અને રાજૂ જોળિયાનું નામ પણ મેયર રેસમાં હોવાની ચર્ચા છે. ડેપ્યુટી મેયરની રેસમા ઉર્વશી પટેલ, નેન્સી શાહ પણ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટીમાં દિનેશ રાજપુરોહિત, દક્ષેશ માવાણી, રોહિણી પાટીલની ચર્ચા છે. શાસક પક્ષ નેતા તરીકે કોઇ પરપ્રાંતિયના હોવાની વિગતો છે.