Satya Tv News

ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 24.1 ઓવરમાં 147 રન બનાવ્યાં હતા પરંતુ ત્યાર પછી ભારે વરસાદને કારણે મેચ અટકાવી દેવી પડી હતી. છેક રાતના 8.30 વાગ્યે કોલંબાના પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી વરસાદ પડતાં આખરે મેચ રદ કરીને આજે રિઝર્વ ડેમાં મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો.આજે એટલે 11 સપ્ટેમ્બરે ભારતની ઈનિંગ જ્યાંથી અટકી હતી ત્યાંથી મેચ શરુ થશે. શ્રીલંકાના કોલંબોમાં હાલમાં ભારે વરસાદ પડતાં મેચ અટકાણી છે. વરસાદ પડતાં સુધી ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારતનો સ્કોર 147/2 છે.

error: