Satya Tv News

કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેએલ રાહુલે પાકિસ્તાન સામે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

રાહુલ બાદ વિરાટ કોહલીએ પણ 84 બોલમાં સદી ફટકારી હતી. વનડે ક્રિકેટમાં કોહલીની આ 47મી સદી છે. આ બન્ને ખેલાડીઓની વિસ્ફોટક ઈનિંગને કારણે ટીમ ઈન્ડીયાને મોટો સ્કોર બનાવવાની મદદ મળી હતી. બન્ને ખેલાડીઓએ વિસ્ફોટક ઈનિંગથી ટીમ ઈન્ડીયાનો સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો અને હવે આટલો મોટો સ્કોર કરવો પાકિસ્તાન માટે ખૂબ પડકારજનક છે.

રાહુલ-કોહલીની સદીની ભાગીદારીને કારણે ટીમ ઈન્ડીયાએ પહાડી સ્કોર ખડક્યો હતો. ટીમ ઈન્ડીયાએ નિર્ધારીત 50 ઓવરમાં 356 રન કર્યાં હતા. પાકિસ્તાને હવે ભારત સામે જીતવું હશે તો તેણે 357 રન કરવા પડશે. પાકિસ્તાન માટે આટલો મોટો સ્કોર કરવા લોઢાના ચણા ચાવવા જેવું છે. ભારતે એક રીતે તેની જીત નક્કી કરી નાખી છે.

error: