તહેવારો દરમિયાન ઉચકાયેલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં શાકભાજીની આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓને હાશકારો થયો છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ગૃહિણીનું રસોઇનું બજેટ ખોરવાઇ ગયું હતું. પરંતુ શાકભાજીની આવક થતાં ભાવમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગૃહિણીઓને હવે રાહત થઇ છે. પહેલા એક કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા હતો, જે ભાવ હવે હોલસેલ માર્કેટમાં રૂ.7થી 10 સુધી પહોચ્યો છે. માર્કેટમાં શાકભાજીની સારી આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓ ખુશ-ખુશ થઈ ગઈ છે, તો શાકભાજીના ભાવો એકાએક તળિયે બેસી જતાં ખેડૂતોને સારી આવકની આશા પર પાણી ફરી વળ્યું છે.