Satya Tv News

બોલિવૂડ સ્ટાર ધર્મેન્દ્રની તબિયત બગડી છે ત્યારે તેમના મોટો દિકરો સની દેઓલ સારવાર માટે પિતાને યુએસ લઈ ગયા છે. બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર 87 વર્ષના થઈ ગયા છે. આ ઉંમરે પણ તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્રએ અદ્દભૂત અભિનય કર્યો છે. શબાના આઝમી સાથેની તેની કેમેસ્ટ્રીને મોટા પડદા પર ખૂબ વખાણવામાં આવી છે. ધર્મેન્દ્ર સ્ટારર રોકી ઔર રાનીની પ્રેમ કહાની વિશ્વભરમાં હિટ સાબિત થઈ છે.

આ સાથે તેમના પુત્ર સની પાજીની કારકિર્દી પણ પાટા પડદા પર આવી ગઈ છે. સની દેઓલની ફિલ્મ ગદર 2એ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. વર્ષ 2023 પિતા અને પુત્ર બંને માટે ખૂબ જ લકી સાબિત થયું છે. જોકે, મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેન્દ્રની તબિયત લથડી છે. જે બાદ સની દેઓલ તેમને લઈને યુએસ પહોંચી ગયો છે. જ્યાં તેની સારવાર કરવામાં આવશે.

સારવાર માટે સની દેઓલ તેને અમેરિકા લઈ ગયો છે, જ્યાં તેની સારવાર 20 દિવસ સુધી ચાલુ રહેશે. દરમિયાન, સની પાજીએ કામમાંથી બ્રેક લઈને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. જોકે, એક સૂત્રને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી.

Created with Snap
error: