મૃદુ અને મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 13 સપ્ટેમ્બર 2023નાં પોતાના કાર્યકાળનાં બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે.આ બે વર્ષનાં સફળ કાર્યકાળ દરમિયાન કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આવા લોકહિતલક્ષી નિર્ણયોની કેટલીક વિગતો જાણીએ.
ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના ખેડૂતોને મળ્યું સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યોં છે. 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલિમ અપાઈ છે અને રાજ્યમાં 7 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યના 96,00,000 પશુઓને FMD/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા. લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ. ખેડૂતોને અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે રૂ.40 કરોડની સહાય, લાલ ડુંગળી અને બટાટા એ.પી.એમ.સીમાં વેચાણ કરવા માટે રૂ.90 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડસ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા સંગ્રહ કરવા માટે રૂ.2૦૦ કરોડની સહાય સરકાર દ્રારા મંજુર કરવામાં આવી. બાગાયતી પાકનો વાવેતર વિસ્તાર 19,500 હેકટર જેટલો વધારવા રાજ્ય સરકારનું આયોજન. ફળ પાકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને આંબા, જામફળ અને કેળ પાકમાં અપાશે આર્થિક સહાય આપવાનો નિર્ણય.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ભણીને પગભર થાય તે માટે અનુ. જાતિના 6,800 વિદ્યાર્થીઓને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ સહાય. અનુસૂચિત જાતિના નાગરિકોને પોતાનું સપનાનું ઘર મળે તેવા આશય સાથે 6500 થી વધુ આંબેડકર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું. સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે હવે કુંટુબ ઓળખપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરવામાં આવી. આદિજાતિના બાંધવો રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે ૩૯,૫૫,૦૦૦ થી વધુ આદિવાસી બાંધવોને વાંસનું વિતરણ કરાયું. આદિવાસી વિસ્તારમાં પરિવહન સરળ થઈ શકે તે માટે ૧૫ જેટલા કોઝ-વેના સ્થાને પુલોનું નિર્માણ કરવામાં આવ્યું. આદિવાસી વિસ્તારમાં પંચાયતી સેવાઓનો લાભ સારી રીતે મળી શકે તે માટે ૩૭ ગામોમાં પંચાયતઘરનું નિર્માણ કરવામાં આવ્યું. ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓને ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરાયો. આદિમજૂથોજેવાકેકોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત. વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ. SC અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય અપાઈ
જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં 14 જિલ્લામાં ફોર્ટીફાઇડચોખા (ફોલીકએસીડ + આયર્ન + વિટામીનબી-12યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેનામાટે રૂ.60કરોડની જોગવાઈ. સૌ પ્રથમ જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર. મહિલા સશ્કિત કરણનો નવો અધ્યાય, સૌપ્રથમ વખતમહિલા લક્ષી યોજનાઓનું બજેટ ૧ લાખ કરોડને પાર. 200 થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી. દીકરી ભણે અને આગળ વધે તે માટે ૧,૨૮૫ જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (MBBS અભ્યાસક્રમ) માટે સહાય આપી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે 1 કિ.ગ્રા તુવેર દાળ, 2 કિ.ગ્રા ચણા, 1 લીટર સિંગ તેલ અપાયું. 1,85,642 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી “SHE- ટીમ” કાર્યરત કરવામાં આવી. સાથે 72 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત.
આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન. રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10,338 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1,287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8,૦૦૦ ભરતીનું આયોજન. રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજનઅને 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર. રાજ્યમાં એક જ દિવસમાં 2500થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. યુવા ઉદ્યોગ સાહસિકો- સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપતું અપડેટેડ સ્ટાર્ટ અપ પોર્ટલ લોંચ કરવામાં આવ્યું. સાથે 1176 સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા. ગુજરાતના યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગીફ્ટ સિટીમાં સ્થપાશે.
ધરોઈ-અંબાજી બંધ પરિક્ષેત્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પેટર્ન પર વિકાસવવા માટે 300 કરોડ રૂપિયાની ફાળવણી. રાજ્યના યાત્રાધામોમાં રૂ. ૩૩૪ કરોડના 64 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનોમઢ-માધવપૂરકૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે. રાજ્યના ૩૪૯ ધાર્મિક-યાત્રાસ્થાનોમાં સોલાર એનર્જી સિસ્ટમ કાર્યરત થતાં વાર્ષિક ૩ કરોડ રૂપિયાની વીજબચત. સુરત ખાતે વિશ્વ યોગ દિવસના આયોજનને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. એક સાથે એક સ્થળે ૧.૫૦લાખનાગરિકોએયોગાભ્યાસમાંજોડાઈરેકોર્ડસર્જ્યો. પાવગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૨૧ કરોડની ફાળવણી. ગુજરાતમાં 69મા ફિલ્મ ફેર એવોર્ડ્સ 2024ના આયોજન માટે પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoUથયા. રાજ્યમાં 10 ટેન્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 5-6ટેન્ટ સિટી જાન્યુઆરી 2024 સુધીમાં કાર્યરત કરવામાં આવશે.