Satya Tv News

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર તેમજ જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી એમ ત્રણ વીર જવાનો શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ મેજર આશિષ ધોનચાક અને જમ્મુ-કાશ્મીર પોલીસમાં ડેપ્યૂટી સુપ્રિટેન્ડેન્ટ હુમાયુ મજમ્મિલ ભટે આતંકવાદીઓ સામે લડતા-લડતા શહીદી વ્હોરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસના નિવૃત્ત મહાનિરીક્ષક (IG) ગુલામ હસન ભટના પુત્ર હુમાયુ ભટ્ટનું ગોળી વાગ્યા બાદ અતિશય રક્તસ્ત્રાવને કારણે મૃત્યુ થયું હતું હજુ બે મહિના પહેલાજ તેઓ પિતા બન્યા હતા..અને તેમના ત્યાં દીકરીએ જન્મ લીધો હતો. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે બહાદુર પોલીસ અને સૈન્ય અધિકારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.
અધિકારીઓએ જણાવ્યું કે ગરોલ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મંગળવારે સાંજે શરૂ થયું હતું, પરંતુ તેને રાત્રે બંધ કરી દેવામાં આવ્યું હતું. આતંકવાદીઓને છુપાયાના સ્થળે જોવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ બુધવારે સવારે ફરીથી તેમની (આતંકવાદીઓ) શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

કર્નલ સિંહે પોતાની ટીમનું નેતૃત્વ કરતી વખતે આતંકીઓ પર હુમલો કર્યો હતો… જો કે, આતંકીઓના ફાયરિંગમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.અને તેઓ શહીદ થયાં.આ દુઃખદ ઘટના માં જે વીર જવાનો શહીદ થયા છે. તેમને કડોદરા ગામના યુવાનો અને વડીલો દ્વારા દુઃખ વ્યક્ત કરી કેન્ડલમાર્ચ નુ આયોજન કર્યું હતું કેન્ડલમાર્ચ કડોદરા ગામ ના કંકેશ્વર મહાદેવ ના મંદિરે થી નિકરી ગામ માં થઈ સ્મારક સુધી જઈ ને મીણબત્તી સળગાવી 2 મિનિટ નુ મૌન પારી વીર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કેન્ડલમાર્ચ માં વીર જવાનો અમર રહો, ભારત માતાકી જય, વંદેમાતરમ ના નાળા ઓથી આખુ ગામ ગુંજી ઉઠીયું હતું. વીર જવાનો ના શહીદ થી ગામ માં શોક નુ મોજું ફરીવર્યું છે

વિડીયો જર્નાલિસ્ટ  સહદેવ ગોહિલ સત્યા ટીવી વાગરા

error: