કોચીએ 1999માં પેરિસના સરસેલસ ટેનિસ ક્લબમાં કોચ ગેડેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે વખતે કોચીની ઉંમર 12 વર્ષની હતી અને ફ્રાન્સની બીજી જૂનિયર ખેલાડી હતી. ટેનિસ ખેલાડી કોચી હવે 36 વર્ષથી થઈ ચૂકી છે. કોચીએ જણાવ્યું કે ગેડેસ પહેલી મુલાકાત બાદ તેને પોતાના ઘરેલુ મેદાન પર પેરિસ સેન્ટ જર્મન એફસીનો ખેલ દેખાડવા માટે લઈ ગયો હતો. પરંતુ બે વર્ષમાં આ સંબંધ અપમાનજનક બની ગયો અને તેણે 400 વાર બળાત્કાર કર્યો.
ટેનિસ ખેલાડી કોચીએ જણાવ્યું કે એક તાલિમ શિબિરમાં તેણે કોચ સાથે બે અઠવાડિયા વિતાવ્યા હતા. તે વખતે દિવસમાં તેણે ત્રણ ત્રણ વખત તેના પર રેપ કર્યો હતો. કોચી કહે છે કે મે મારા જીવનના સૌતી ખરાબ બે સપ્તાહ વિતાવ્યા. મે અનેકવાર આત્મહત્યા વિશે વિચાર્યું. તેણે દિવસમાં ત્રણવાર મારા પર રેપ કર્યો. પહેલી રાતે તેણે મને તેના રૂમમાં જવાનું કહ્યું અને મે એવું કર્યું નહીં. પછી તે મારા રૂમમાં આવી ગયો. તે સમયે એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે હું કોઈ જેલમાં છું. કોચે એટલી પરેશાન કરી કે પછી ત્યારબાદ તો તે તેની મરજીથી તેના રૂમમાં જવા લાગી હતી. તેણે કહ્યું કે મને મારું આ પગલું કોઈ પાગલપણા જેવું લાગે છે. પરંતુ હું આપોઆપ ત્યાં ગઈ. આવું મે દરરોજ કર્યું.
કોચીએ જણાવ્યું કે કોચ ગેડેસે તેની ભાવનાઓ સાથે રમત રમી. એક દિવસ તેણે ખુલાસો કર્યો કે તે HIV સંક્રમિત છે. કોચીએ કહ્યું કે ગેડેસ એક દિવસ મને કહેવા આવ્યો કે તેને એડ્સ છે. પાક્કું તને પણ આ સંક્રમણ થઈ ચૂક્યું છે. આ વાત 1990ના દાયકાના અંતની છે. આ બધુ એવું હતું જે વધુ ડરામણું હતું. આ ખુલાસાએ મને સ્તબ્ધ કરી દીધી હતું હું 13થી 18 વર્ષની ઉંમર સુધી એવું જ વિચારતી રહી કે મને એડ્સ છે. પરંતુ તેણે મને બરબાદ કરવા માટે આ જુઠ્ઠાણું કહ્યું હતું. કોચીએ ફ્રાન્સ ઈન્ફોને જણાવ્યું કે આ કદાચ બળાત્કાર કરતા પણ વધુ વિનાશકારી હતું.