સરદાર સરોવર ડેમ માથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા નદી નાં કાંઠા ના ગામોમાં પુરની સ્થિતિ થઈ હતી જેમાં ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને પત્ર લખવામાં આવ્યો તાત્કાલિક ધોરણે સર્વ કરાવી રાહત પેકેજ ની ધારાસભ્ય રીતેષ વસાવા દ્વારા એ માંગ કરી હતી,
17 સટેમ્બર ના રોજ સરદાર સરોવર ડેમ નાં ઉપરવાસમાં અતિભારે વરસાદ ના કારણે ડેમ માથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નર્મદા નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પુરની સ્થિતિ ઉદભવી હતી, જેમાં ઝઘડિયા તાલુકાના પણ કાંઠાનાં વિસ્તારના માં પણ પાણી ઘૂસી જતાં ઘરવકરી પશુપાલન મકાનો ખેતરો ને મોટાપાયે નુકશાન થવા પામ્યું હતું, જેના કારણે ગતરોજ ઝઘડિયા વિધાનસભા નાં ધારાસભ્ય રીતેષવસાવા એ મુખ્યમંત્રી ને સંબોધીને પત્ર લખ્યો હતો, જેમાં ઉલ્લેખ કરેલ કે આ પુરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ સરકાર દ્વારા આપવામાં આવે તથા ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા આ પુરગ્રસ્ત લોકો ને તાત્કાલિક અનાજ ની કિટનુ વિતરણ કરવામાં આવ્યું