કુદરતી હોનારત સમયે રાહત કામગીરી માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હંમેશા અગ્રેસર રહી છે.હાલમાં જ નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરના કારણે ભરૂચ અને અંકલેશ્વર તાલુકાનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી તારાજી ના દ્રશ્યો સામે આવ્યા હતા.જેને ધ્યાને લઇ અસરગ્રસ્ત લોકોને મદદ કરવાના હેતુસર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દહેજ અને રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યુ હતુ.રિલાયન્સ એ જાગૃત અને જવાબદાર કોર્પોરેટ નાગરીક તરીકે જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ પૂર્વ અને અંકલેશ્વર વિસ્તારના અંતરીયાળ ગામો અને સોસાયટીઓમાં ૧૦,૦૦૦ સૂકા નાસ્તા ના પેકેટ્સ,૧૦,૦૦૦ બિસ્કીટ પેકેટ્સ અને ૨૦,૦૦૦ પાણીની બોટલો સહિત હજારો ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.અસરગ્રસ્ત લોકોએ આવા સંકટ સમયે તેમની વ્હારે આવવા બદલ કંપનીનો આભાર માન્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.