પૂર પ્રકોપમાં ફૂડ પેકેટ્સ બાદ 15 દિવસના રાશનની સહાય
તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની પરિસ્થિતી વચ્ચે અદાણી ફાઉન્ડેશન સતત અસરગ્રસ્તોની પડખે ઉભુ છે.ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ વિસ્તારના ત્રણ ગામોના અસરગ્રસ્તોને રાશનકીટ આપવામાં આવી હતી.લાભાર્થીઓમાં મંગલેશ્વર,નિકોરો અને તવરા ગામના એક હજાર થી વધુ પરિવારોનો સમાવેશ થાય છે.આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો હતો.ભરૂચ,અંકલેશ્વર અને નર્મદાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં પૂરપ્રકોપના પાણી ફરી વળ્યા હતા.પરિણામે સ્થાનિકોએ ઘર અને ઘરવખરી સહિતનો સામાન ગુમાવ્યો છે.તેવામાં અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરીયાતમંદોને 15 દિવસ સુધીનું રાશન આપવામાં આવ્યુ હતુ.રાશનકીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો ચોખા,બે કિલો તુવેરદાળ,એક કિલો મીઠું,એક લિટર તેલ,બે કિલો બટાકા, એક કિલો ડુંગળી, 100 ગ્રામ મરચું અને 100 ગ્રામ હળદરનો સમાવેશ થાય છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબહેન મિશ્રાએ જણાવ્યુ હતુ કે, “અદાણી ફાઉન્ડેશન સમુદાયોના કલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહે છે.ભરૂચમાં આવેલી કુદરતી આફત બાદ જિલ્લા વહીવટી તંત્રના સૂચન મુજબ અમે શુકલતીર્થની આસપાસના ત્રણ ગામોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતુ.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.