ભરૂચ જીલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી દ્વારા ફરીવાર રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતુ.ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતીબેન યાદવ,નગરપાલિકાના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને જીલ્લા વહીવટી તંત્રની હાજરી અને માર્ગદર્શન હેઠળ જૂના ભરૂચ વિસ્તારના ધોળીકૂઈ, ડાંડીયા બજાર અને નદીકાંઠાના અંતરીયાળ વિસ્તારોના રહેઠાણોમાં ૧,૦૦૦ જરૂરીયાતમંદ પરિવારોને કુટુંબદીઠ ચાર દિવસ ચાલી શકે એટલુ ૧૦ કિલો અનાજ-કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અગાઉ પણ રીલાયન્સ દહેજ સંકુલ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર અસરગ્રસ્ત વિસ્તારમાં ૧૦,૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.રિલાયન્સના પ્રમુખ હેમંતભાઈ દેસાઈએ જણાવ્યુ કે આ કુદરતી આફત સમયે જીલ્લા પ્રશાસન, પોલીસ-તંત્ર,આરોગ્ય-કર્મીઓ, નગરપાલીકાનાં કર્મચારીઓ,વિગેરે પ્રજાજનોની દિન-રાત ખડે-પગે સેવા કરી રહ્યા છે જે પ્રશંસનીય છે.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.