Satya Tv News

૧૪૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી

વાગરા પોલીસે જુગાર ની બડી ને નેસ્તો નાબૂદ કરવા કમર કસી છે.

વાગરા પી.એસ.આઈ. એ કે જાડેજા ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે કામગીરી હાથ ધરી હતી.

વાગરા પોલીસ ના વિપુલભાઈ ને વસ્તી ખંડાલી ગામની સ્કૂલ નજીક ખુલ્લી જગ્યા માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા ની બાતમી મળી હતી.સદર જગ્યા એ પોલીસે છાપો મારતા ઘટના સ્થળે થી જુગાર રમતા સાત ને રંગે હાથ ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસે થી કુલ ૧૪૦૦૦/- ₹ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.વાગરા પોલીસે જુગાર રમતા ઉસ્માન પટેલ,મહેબૂબ ભટ્ટી,જુબેર ભટ્ટી,સલીમ પટેલ તમામ રહે વસ્તીખંડાલી,તા.વાગરા,મુસ્તાક મલેક,રહે બુવા,તા.આમોદ,ઝાકીર મન્સુરી રહે. વાગરા,અકબર પઠાણ રહે ઈટોલા, તા.આમોદ ની સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે જુગારીયાઓ ઉપર તવાઈ બોલાવતા જુગાર રમતા લોકોમાં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: