Satya Tv News

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન, વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા છે. ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરવામાં આવ્યા છે અને પોલીસ અને ફેડરલ પોલીસ સ્થળ પર તૈનાત છે.

હોવે સ્ટ્રીટ પર ભારતીય વાણિજ્ય દૂતાવાસના પ્રવેશદ્વારને રોકવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે.વિશ્વ શીખ સંગઠને ઉશ્કેરણી અને દખલગીરીની સંભાવનાને લઈને પહેલેથી જ ચેતવણી જાહેર કરી દીધી છે. જેથી પોલીસ પહેલાથી જ સતર્ક હતી. ખાલિસ્તાન હિમાયત સંસ્થા શીખ ફોર જસ્ટિસના નિર્દેશક જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ વધારવા માટે ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ભારતીય રાજદૂતને હાંકી કાઢવાની માંગ કરી રહ્યા છીએ.

તાજેતરમાં જ ખાલિસ્તાન સમર્થક નિજ્જરની કેટલાક લોકોએ હત્યા કરી હતી. જે અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે આ હત્યા પાછળ ભારતનો હાથ છે. ટ્રુડોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે આક્ષેપો કરી રહ્યા છીએ કે 18 જૂને હરીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે. આ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રીએ ભારતીય ગુપ્તચર ચીફ પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા.

error: