કોલવણા ગામમાં મુસ્લિમોએ સલાતો સલામ ના પઠન સાથે ઝુલુસ કાઢ્યુ હતુ
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહંમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે વાગરા નગર સહિત વાગરા પંથકના ગામોમાં ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સવારે મુસ્લિમ બિરાદરોએ ઝુલુસે મુહમ્મદીયાહ ભારે હર્ષોલ્લાસ અને સલાતો સલામના પઠન સાથે નગરના વિવિધ માર્ગો પરથી પસાર થયુ હતુ.જુલુસમાં અકિદતમંદ લોકો નાઅતે પાક ઉપર ઝૂમી ઉઠ્યા હતા.જ્યારે નારાએ તકબીર નારાએ રિસાલત,સરકાર કી આમદ મરહબા,દિલદાર કી આમદ મરહબાના નારાઓથી સમગ્ર નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.
ઝુલુસમાં નાના ભૂલકાઓ તથા યુવાનોના હાથમાં ઇદે મિલાદના ઝંડાઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.શિસ્તબદ્ધ,સંયમ અને કોમી એખલાશ સાથે જનમેદની ઝુલુસમાં જોવા મળી હતી.મુસ્લિમ બિરાદરો અને મહિલાઓએ મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી.વાગરા પંથકમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે વાગરા પોસઈ એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં ઝુલુસ સંપન્ન થયુ હતુ.વાગરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુસ્લિમ લોકોએ ઇદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી કરી હતી.અનેક ગામોમાં નજરો ન્યાઝ કરવામાં આવી હતી.કોલવણા ગામે હઝરત ઝબ્બારશા બાવાની દરગાહ ઉપર ફાતેહા ખ્વાની અને સલાતો સલામનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.