આતંકી હાફિઝ સઈદનો પુત્ર 26 સપ્ટેમ્બરથી ગુમ હતો. રિપોર્ટ અનુસાર કમલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશોએ અપહરણ કર્યું હતું. તેને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી.હાફિઝના પુત્રને કોણ લઈ ગયું અને ક્યાં લઈ ગયું તેના કોઈ સમાચાર નથી. જેના કારણે ભારતને આતંકવાદના અસંખ્ય ઘા આપનાર આતંકી હાફિઝ સઈદ ત્યારથી આંસુ વહાવી રહ્યો છે. તે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. હાફિઝ સઈદ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તે ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહ-સ્થાપક પણ છે.
હાફિઝ જમાત-ઉદ-દાવાની આડમાં આતંકવાદની ફેક્ટરી ચલાવે છે. લાહોરથી માંડ 50 કિલોમીટરના અંતરે મુરીદકે નામનું એક નગર છે. આ શહેર અંગ્રેજોએ 1910માં વસાવ્યું હતું. આ શહેરની મધ્યમાં હાફિઝ સઈદની આતંકી ફેક્ટરી ચાલે છે. હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવાનું મુખ્યાલય મુરીદકેમાં છે. હાફિઝ અહીં એક મોટી મદરેસા ચલાવે છે, પરંતુ આ માત્ર દેખાડો કરવા માટે છે. હકીકતમાં મદરસાની આડમાં પાકિસ્તાનના દરેક ખૂણેથી કટ્ટરપંથીઓને અહીં લાવવામાં આવે છે, જેમને આતંકવાદની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે.