Satya Tv News

ગુરુવારે એટલે કે 28મી સપ્ટેમ્બરે બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. જેમાં ‘ફુકરે 3’, ‘ધ વેક્સીન વોર’ની સાથે સાઉથની ‘સ્કંદા’ અને ‘ચંદ્રમુખી 2’ રિલીઝ થઈ છે. રજનીકાંતની હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ના બીજા ભાગને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ હવે દર્શકોની સામે છે અને તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને માસ એન્ટરટેઈનર ગણાવવામાં આવી રહી છે અને એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે.

મુવીની વાર્તા એક અમીર પરિવારની આસપાસ ઘુમતી રહે છે. આ પરિવાર તેમના ઘરના સભ્યો સાથે સંબંધિત પૂજા માટે તેમના પૈતૃક ઘરે આવે છે. પરંતુ અજાણતા, ચંદ્રમુખી અને વૈટ્ટિયન રાજાને ફરીથી જગાવી દે છે. આ પછી વાર્તા કોમેડી અને હોરરની પુટ લઈને છેલ્લે સુધી પહોંચે છે. આ મુવી 2005માં આવેલી રજનીકાંતની ફિલ્મ ‘ચંદ્રમુખી’ નો બીજો ભાગ છે. આ મુવીમાં વાર્તા પહેલા પાર્ટ જેવું જ જોવા મળે છે.ફિલ્મની સ્ટોરી તમને પહેલા સીનથી લઈને છેલ્લા સીન સુધી વ્યસ્ત રાખે છે. જ્યારે ફર્સ્ટ હાફ સંપૂર્ણપણે પહેલા જેવો છે, તો સેકન્ડ હાફ દર્શકોને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. ફિલ્મમાં કલાકારોનો ગેટઅપ અને હોરર સીન્સ આકર્ષે છે. ડાયરેક્ટર પી વાસુએ ફિલ્મના દરેક ભાગ પર સારી રીતે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, જે સ્ક્રીન પર દેખાય છે.

error: