Satya Tv News

વડોદરા તાલુકાના કેલનપુર ગામે માતાએ ગેસના બોટલના વધારાના પૈસા નહિ આપતા પુત્રએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું.

વડોદરા તાલુકાના કેલનપુર ગામના વણકરવાસમાં રહેતા 55 વર્ષીય જશોદાબેન પ્રભુદાસ ચાવડાએ વરણામા પોલીસને જાણ કરી હતી કે તેમનો 38 વર્ષીય વિજય પ્રભુદાસ વણકર અઠવાડિયા પહેલા જશોદાબેન પાસે ગેસના બોટલના વધારે પૈસા માગતો હતો. જશોદાબેને પૈસા આપવાની ના પાડી હતી. તેને કારણે વિજયને લાગી આવ્યું હતું અને મકાનના પંખા પર ઓઢણી વડે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.

error: